Lrc Player

Jeni Kiki Kali Chhe

Unknown artist
[06:32.15]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:39.18] જેની કીકી કાળી છે,

[00:43.18] ને આંખ રૂપાળી છે (૨)

[01:02.18] હો. આદીશ્વરનું મુખ મલકતું,

[01:05.82] રૂપની પ્યાલી છે

[01:09.31] મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે

[01:15.43] જેની…

[01:57.33] મરૂદેવા માઁ હરખાવે… હરખાવે,

[02:02.59] પુંડરિક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે,

[02:12.34] શેત્રુંજી નદીનાં પાણી… હા પાણી,

[02:17.09] લઈ આવે ને, સંઘ તને નવરાવે,

[02:22.33] એનાં ઉપર, છાયા કરવા, રાયણ-ડાળી છે

[02:28.83] મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…

[02:35.08] જેની…

[03:14.02] અહીં કહેનારા છે ઝાઝા… હાં ઝાઝા,

[03:18.52] સાંભળનારા, એક ઋષભ મહારાજા,

[03:28.52] કોઈ વાતો કરતું ગાતું… છલકાતુ,

[03:33.27] કોઈ મારા જેવું, આંસુમાં અટવાતું,

[03:38.52] સાર કરે, સંભાળ કરે એની પ્રીત નિરાળી છે

[03:45.02] મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…

[03:51.27] જેની…

[04:36.15] તમે શ્વાસ લઈને બેઠાં… હાં બેઠાં,

[04:41.41] પણ મારા તો, શ્વાસ થઈને બેઠાં,

[04:51.40] તુજ દ્વાર બજે શહેનાઈ… શહેનાઈ,

[04:55.90] મારા હૈયાની, ઋષભ સંગ સગાઈ,

[05:01.40] ઋષભ-કથા તો, “ઉદયરત્ન" ને, વ્હાલી વ્હાલી છે

[05:07.65] મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…

[05:13.65] જેની…