Lrc Player

વિશ્વંભરી સ્તુતિ

Unknown artist
[05:57.69]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:05.27] વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા।

[00:17.27] દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[00:31.52] ભુલો પડી ભવરણે ભટકુ ભવાની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની ।

[00:44.78] ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[00:59.27] આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો ।

[01:13.27] ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[01:28.27] મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મારૂં ।

[01:41.02] કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[01:53.77] હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે આતી ઘણો મદથી બકેલો ।

[02:07.77] દોષો થકી દુષિત ના કરી માફ પાપો, મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[02:22.77] ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું ।

[02:36.02] શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ॥

[02:49.27] રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી ।

[03:04.27] દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[03:19.02] ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો, બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો ।

[03:31.77] શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।

[03:46.52] પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતિ પણ હું તમારો ।

[04:00.02] જાડયાંધકાર કરી દુર સદ્બુદ્ધિ આપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[04:14.52] શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે ।

[04:29.52] વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥

[04:43.27] શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું, રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું ।

[04:58.02] સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।।

[05:13.27] અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની ।

[05:26.52] સંસારના સકળ રોગે સમૂળ કાપો,

[05:33.52] હે માતા કે શવ કહે તવ ભક્તિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।