Lrc Player

ગ.પ્ર. - 1 અખંડવૃત્તિનું

Unknown artist
[04:53.47]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:38.93] સવંત ૧૮૭૬ના માગ શર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

[00:41.06] ♪

[02:04.44] પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ સાધનમાં ક્યું સાધન કઠણ છે ?” ત્યારે સર્વ બ્રહ્મચારી , સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્ર મા ણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “લ્યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મન ુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી; કાં જે , ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથ મા ં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ , ઈશ્વર , માયા અને બ્રહ્મ એ મન ાં સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ , ગોલોક , બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે , મા ટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”

[02:05.51] ♪

[02:29.41] ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “ ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”

[02:30.21] ♪

[03:18.03] પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “ ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામ મા ં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે ?” ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, “ ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે, ત્યારે કોઈક તો ગરુડ ઉ પર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉ પર બેસીને જાય છે અને કોઈક તો વિ મા ન ઉ પર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામ મા ં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે .”

[03:18.56] ♪

[04:28.69] પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછયું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તોપણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધી ને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યા મા ં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યા મા ં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી, કાં જે , ‘અન્ય સ્થળ ને વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતાં નથી.’ તે શાસ્ત્રમાં કહ્યું છે જે,

[04:29.48] ‘અન્ યક્ષે ત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ ।

[04:30.28] તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ’।। તે મા ટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય.” ।। ઇતિ વચન ામૃતમ્‌ ।।૧।।